હવે કાચું (લર્નિંગ) લાયસન્સ લેવા માટે નહીં જવું પડશે આર.ટી.ઓ કચેરી આપની નજીકની આઈ.ટી.આઈ માંથી મળશે લર્નિંગ લાઇસન્સ...
દિવસેને દિવસે વાહનોની સંખ્યામાં વધારો થવાને કારણે આર.ટી.ઓમાં પણ લાયસન્સ મેળવવા માટે ઇચ્છુક અરજદારોનો વધારો થયો છે તથા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીના અધિકારીઓના કામમાં પણ વધારો થયો છે આથી ગુજરાત સરકાર દ્વારા હવે કાચું લાયસન્સ મેળવવા માટે આપવી પડતી ઓબજેક્ટિવ ટેસ્ટ ઓદ્યોગિક તાલીમ કેન્દ્રો (I.T.I) માં અરજી કરવાની રહેશે..
નીચે મુજબની આઈ.ટી.આઈ માં કાચા લાયસન્સ માટે અરજી કરી શકાશે.
(૧). કુબેરનગર આઈ.ટી.આઈ
(૨). સરખેજ આઈ.ટી.આઈ
(૩). સરસપુર આઈ.ટી.આઈ
(૪). ગોતા આઈ.ટી.આઈ
(૫) WIAA, બોડકદેવ
(૬) ચાંદખેડા આઈ.ટી.આઈ, ગાંધીનગર



















